
શુભમન ગિલ ત્રીજા ક્રમે બેટિંગ કરે અને હનુમા વિહારીને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ…
ઈજા બાદ પરત ફર્યા બાદ રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં જોડાયો છે. રોહિત શર્મા શ્રેણીની છેલ્લી બે મેચનો ભાગ બની શકે છે રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થાય તે પહેલાં મોટો સવાલ એ છે કે જો તે મેદાનમાં આવશે તો તેના જોડે કયો ખેલાડી તેની સાથે ખોલશે.
જો કે આ મામલે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે રોહિત શર્મા સાથે કોણે ખોલવું જોઈએ. સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે, જો રોહિત શર્માની એન્ટ્રી પ્લેઇંગ ઈલેવનમાં છે, તો શુભમન ગિલ ત્રીજા ક્રમે બેટિંગ કરે અને હનુમા વિહારીને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ.
ગાવસ્કરના મતે, મયંક અને રોહિત શર્માએ ખોલવા જોઈએ, જ્યારે વિહારીને ત્રીજી ટેસ્ટ માટે છોડી દેવા જોઈએ. તમને જણાવી દઈએ કે મયંક અગ્રવાલ અને હનુમા વિહારી બંને છેલ્લા બે ટેસ્ટમાં અસરકારક રહ્યા નથી. સુનિલ ગાવસ્કરે જોકે, મયંક અગ્રવાલને હનુમા વિહારી કરતા વધારે પસંદ કર્યું.
