વર્લ્ડ ટેસ્ટ ઇલેવનના કેપ્ટન તરીકે કેન વિલિયમસનની પસંદગી કરવામાં આવી છે…
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 18 જૂને ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં રમાવાની છે. આ મોટી મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો એકબીજા સામે ટકરાશે. દરમિયાન, વિઝડેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇલેવનની પસંદગી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતીય ટીમના સુકાની અને દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી.
વિઝડન દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇલેવનના કેપ્ટન તરીકે કેન વિલિયમસનની પસંદગી કરવામાં આવી છે. વિઝડને આ યાદીમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ યાદીમાં નોંધનીય બાબત એ છે કે જાડેજા કે જસપ્રીત બુમરાહ બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇલેવનની ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.
ઓપનર તરીકે રોહિત શર્મા અને શ્રીલંકાના બેટ્સમેન દિમુથ કરુનારાત્નેની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માનું તાજેતરનું ફોર્મ એકદમ પ્રભાવશાળી રહ્યું છે. રોહિત શર્માએ 64.57 ની બેટિંગ સરેરાશથી 430 સદી અને 2 અર્ધસદી સહિત 1030 રન બનાવ્યા હતા. રોહિત શર્મા ઉપરાંત રીષભ પંત અને રવિ અશ્વિનને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
વિઝડન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇલેવન: રોહિત શર્મા, દિમુથ કરુનારાત્ને, માર્નસ લબુસેન, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન, બેન સ્ટોક્સ, રીષભ પંત, કાયલ જેમિસન, રવિચંદ્રન અશ્વિન, પેટ કમિન્સ અને સ્ટુઅર્ટ બ્રોડ.

