વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો અંતિમ મુકાબલો ૧૧ જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જૂન ૨૦૨૩માં ભારતને હરાવીને ચેમ્પિયન બનેલી પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાનો ખિતાબ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા, આઈસીસી ટ્રોફીના લગભગ બે દાયકા લાંબા દુષ્કાળનો અંત લાવવા માંગશે.
મેચની વિગતો:
– દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
– તારીખ: ૧૧-૧૫ જૂન, ૨૦૨૫ (રિઝર્વ ડે: ૧૬ જૂન)
– સ્થળ: લોર્ડ્સ, લંડન
– સમય: બપોરે ૩:૩૦ વાગ્યે IST
દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની સફર:
– રમાયેલા મેચ: ૧૨
– જીત: ૮
– હાર: ૩
– ડ્રો: ૧
– પોઇન્ટ: ૧૦૦
– પીસીટી: ૬૯.૪૪%
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની સફર:
– રમાયેલા મેચ: ૧૯
– જીત: ૧૩
– હાર: ૪
– ડ્રો: ૨
– પોઇન્ટ: ૧૫૪
– પીસીટી: ૬૭.૫૪%
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 માટે ઇનામી રકમ જાહેર:
– વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 માટે ઇનામી રકમ:
– વિજેતા (ઓસ્ટ્રેલિયા/દક્ષિણ આફ્રિકા): 3,600,000 યુએસ ડોલર
– રનર-અપ (ઓસ્ટ્રેલિયા/દક્ષિણ આફ્રિકા): 2,160,000 યુએસ ડોલર
– ત્રીજું સ્થાન (ભારત): 1,440,000 યુએસ ડોલર
– ચોથું સ્થાન (ન્યૂઝીલેન્ડ): 1,200,000 યુએસ ડોલર
– પાંચમું સ્થાન (ઇંગ્લેન્ડ): 960,000 યુએસ ડોલર
– છઠ્ઠું સ્થાન (શ્રીલંકા): 840,000 યુએસ ડોલર
– સાતમું સ્થાન (બાંગ્લાદેશ): 720,000 યુએસ ડોલર
– આઠમું સ્થાન (વેસ્ટ ઇન્ડીઝ): 600,000 યુએસ ડોલર
– નવમું સ્થાન (પાકિસ્તાન): 480,000 યુએસ ડોલર
