TEST SERIES

WTC: આ ખેલાડી પર વંશીય ટિપ્પણી કરતાં બે લોકોને સ્ટેડિયમની બહાર કરી દીધા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે તુરંત આ બાબતનો ખ્યાલ લીધો હતો..

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ઘણી મેચ દરમિયાન ખેલાડીઓ પર જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ચાહકો દ્વારા જાતિવાદી ટીકાઓ અને અભદ્ર ટિપ્પણીઓ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ થાય ત્યાં સુધી અટકી ન હતી અને મેચના પાંચમા દિવસે જાતિવાદી ટિપ્પણીનો મામલો સામે આવ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલર સામે સાઉથેમ્પ્ટન મેદાન પર જાતિવાદી ટીકા થઈ હતી.

હકીકતમાં, મેચના પાંચમા દિવસે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત ભીડમાંથી કેટલાક લોકોએ કિવિ બેટ્સમેન રોસ ટેલર સામે જાતિવાદી ટિપ્પણી કરી હતી. આ ઘટના અંગે, એક ચાહકે ટ્વિટર પર લખ્યું છે કે આઇસીસી ધ્યાન આપે છે, અહીં હાજર કેટલાક પ્રેક્ષકો આખો દિવસ ન્યુઝીલેન્ડની ટીમ સામે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે તેમના બેટ્સમેન રોસ ટેલર સામે પણ જાતિવાદી ટિપ્પણી કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે તુરંત આ બાબતનો ખ્યાલ લીધો હતો અને સુરક્ષા અધિકારીઓને મોકલીને તેઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમાંથી બેને તરત જ મેદાનની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. જો કે, રોસ ટેલર અથવા કિવિ ટીમ દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી ન હતી, કારણ કે તેમને સ્ટેડિયમ પર બેઠેલા દર્શકો શું કરી રહ્યા છે તેનો કોઈ ખ્યાલ પણ નથી હોતો, પરંતુ કેટલાક ચાહકોએ આ અંગે આઇસીસીને ફરિયાદ કરી અને આઇસીસીએ તરત જ તેના પર કાર્યવાહી કરી.

Exit mobile version