TEST SERIES

WTC પોઈન્ટ્સ ટેબલ: ઈંગ્લેન્ડ સામેની જીત બાદ જુઓ પોઈન્ટ ટેબલ

Pic- Lokmat News Hindi

રાંચી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જીત બાદ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2023-25)માં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.

બીજી ઇનિંગમાં ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો. જે તેણે પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી હતી. એક સમયે ભારતીય ટીમે 120 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડની ટીમ મેચમાં પરત ફરી હતી. પરંતુ આ સમયે પોતાની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ધ્રુવ જુરેલે શુભમન ગિલ સાથે 72 રનની અણનમ ભાગીદારી કરી હતી અને ભારતને જીત અપાવ્યું.

Exit mobile version