વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં ટીમ ઈન્ડિયાનું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ છે. 8માંથી 5 મેચ જીત્યા બાદ તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ યાદીમાં દુનિયાના તમામ ઓપનરોને પાછળ છોડી દીધા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝન રમાઈ રહી છે. આ સિઝનમાં રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર બની ગયો છે. રોહિત શર્માએ ઓપનર તરીકે WTCમાં 31 મેચ રમી છે. આ દરમિયાન તેણે 48.98ની એવરેજથી 2449 રન બનાવ્યા છે. તેણે આ યાદીમાં ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે. ડેવિડ વોર્નરે WTCમાં ઓપનર તરીકે 2423 રન બનાવ્યા હતા.
WTCમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર:
2449 રન – રોહિત શર્મા
2423 રન – ડેવિડ વોર્નર
2238 રન – ઉસ્માન ખ્વાજા
2078 રન – દિમુથ કરુણારત્ને
1935 રન – ડીન એલ્ગર