યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 42 બોલમાં એક ફોર અને 3 સિક્સરની મદદથી 33 રન બનાવીને સુનીલ ગાવસ્કર અને ચેતેશ્વર પૂજારાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
જયસ્વાલ સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 1000 રન બનાવનાર ભારતીય બની ગયો છે. આ સાથે તે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર ભારતીયોમાંનો એક બની ગયો છે.
પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને 218 રનમાં આઉટ કર્યા બાદ જયસ્વાલે પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસના ત્રીજા સત્રમાં 1000 રન પૂરા કરીને સૌથી ઓછી મેચોમાં 1000 રન પૂરા કર્યા. તેણે આ સિદ્ધિ માત્ર 9 ટેસ્ટમાં હાંસલ કરી છે જ્યારે ગાવસ્કર અને પૂજારાએ આ માટે 11 ટેસ્ટ રમી છે. જ્યારે જયસ્વાલ 16 ઇનિંગ્સ સાથે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રનના મામલે બીજા નંબર પર છે. પ્રથમ સ્થાને વિનોદ કાંબલી છે જેણે 14 ઇનિંગ્સમાં 1000 ટેસ્ટ રન બનાવ્યા છે. પૂજારાએ 18, મયંક અગ્રવાલે 19 અને ગાવસ્કરે 21 ઇનિંગ્સ રમી હતી.
1000 ટેસ્ટ રન માટે સૌથી ઓછી મેચ:
7 – ડોન બ્રેડમેન
9 – એવર્ટન વીક્સ
9 – હર્બર્ટ સટક્લિફ
9 – જ્યોર્જ હેડલી
9 – યશસ્વી જયસ્વાલ
સુનીલ ગાવસ્કર અને ચેતેશ્વર પૂજારા 11 મેચોમાં
1000 ટેસ્ટ રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય (ઈનિંગ્સ મુજબ)
14- વિનોદ કાંબલી
16- યશસ્વી જયસ્વાલ
18- ચેતેશ્વર પૂજારા
19- મયંક અગ્રવાલ
21- સુનીલ ગાવસ્કર