ભારતનો ઉભરતો બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ બેટ્સમેનોની તાજેતરની ICC રેન્કિંગમાં 12માં સ્થાને પહોંચી ગયો છે જ્યારે ધ્રુવ જુરેલ 31 સ્થાનના ફાયદા સાથે 69માં સ્થાને પહોંચી ગયો છે. જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા રેન્કિંગમાં 69મા ક્રમે હતો.
પ્લેયર ઓફ ધ મેચ જુરેલ 90 અને 39 રનની ઇનિંગ્સ રમીને 31 સ્થાનની છલાંગ લગાવવામાં સફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ રાંચીમાં 122 રનની અણનમ ઈનિંગ રમીને ટોપ થ્રીમાં પાછો ફર્યો છે. વરિષ્ઠ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાંચ વિકેટ સાથે ટોચના ક્રમાંકિત જસપ્રિત બુમરાહ કરતાં 21 પોઈન્ટ પાછળ છે.
સ્પિનર કુલદીપ યાદવ 10 સ્થાન ચઢીને 32મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડનો શોએબ બશીર 38 સ્થાન ઉપર ચઢીને 80માં સ્થાને પહોંચી ગયો છે. ઓપનિંગ બેટ્સમેન ઝેક ક્રોલી પ્રથમ વખત ટોપ 20માં પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટી20 રેન્કિંગમાં પ્રથમ વખત ટોપ 20માં પહોંચ્યો છે. ટિમ ડેવિડ છ સ્થાન આગળ વધીને 22મા સ્થાને પહોંચી ગયો છે.
ODI રેન્કિંગમાં નામિબિયાનો બર્નાર્ડ સ્કોલ્ઝ 642 રેટિંગ પોઈન્ટ સાથે 11મા સ્થાને છે. તેણે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ત્રિકોણીય શ્રેણીમાં નેપાળ સામે ચાર અને નેધરલેન્ડ સામે બે વિકેટ લીધી હતી.