TEST SERIES

યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ મેચમાં ચમક્યો, આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

pic- the indian express

ભારતીય ટીમનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં 150 રન પૂરા કર્યા છે.

તેણે શુક્રવારે મેચના ત્રીજા દિવસે આ આંકડાને સ્પર્શ કર્યો હતો. આ સાથે તે ભારતની બહાર ડેબ્યૂ મેચમાં 150 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.

યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટેસ્ટ મેચના બીજા દિવસે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ડેબ્યૂમાં સદી ફટકારનાર તે 17મો ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેણે 215 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા.

યશસ્વીએ ઈનિંગની 70મી ઓવરમાં એલિક અથાનાજેના બોલ પર સિંગલ લઈને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા 16 ભારતીય બેટ્સમેનો આ કારનામું કરી ચૂક્યા છે જેમાં લાલા અમરનાથ (1933), દીપક શોધન (1952), એજી ક્રિપાલ સિંહ (1955), અબ્બાસ અલી બેગ (1959), હનુમંત સિંહ (1964), ગુંડપ્પા વશવિનાથ (1969), સુરિન્દર અમરનાથ (1976), મોહમ્મદ અઝહરુદ્દીન (1985), પ્રવિણ અમરે (1992), સૌરવ ગાંગુલી (1996), વીરેન્દ્ર સેહવાગ (2001), સુરેશ રૈના (2010), શિખર ધવન (2013), રોહિત શર્મા (2013), પૃથ્વી શૉ. (2018), શ્રેયસ ઐયર (2021).

ઉત્તર પ્રદેશના નાના શહેર ભદોહીમાં જન્મેલા યશસ્વીએ 15 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 80ની એવરેજથી 1845 રન બનાવ્યા, જેમાં નવ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.

Exit mobile version