TEST SERIES

ઈંગ્લેન્ડ પહોંચતા જ યશસ્વી જયસ્વાલનું નસીબ બદલાઈ ગયું, જુઓ વીડિયો

Pic- Hindustan times

IPL ખતમ થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL ફાઈનલનો ભાગ બનેલા શુભમન ગિલ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે પણ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાવા જઈ રહ્યા છે.

IPL 2023માં ધૂમ મચાવનાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પણ કેપ્ટન રોહિત શર્મા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે. યશસ્વીના પ્રેક્ટિસ સેશનની એક તસવીર સામે આવી છે, જેમાં તે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસેથી ટિપ્સ લેતો જોવા મળી રહ્યો છે.

યશસ્વી જયસ્વાલે મંગળવારે ટીમ ઈન્ડિયા સાથેના તેના પ્રથમ નેટ સેશનમાં ભાગ લીધો હતો. તે આર અશ્વિન અને અન્ય ખેલાડીઓ સામે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ લાંબા સમય સુધી વાતચીત કરતા જોવા મળ્યા હતા. IPL ખતમ થયા બાદ ભારતીય ટીમ પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના રૂપમાં મોટી ઈવેન્ટ છે, જે આ વખતે ટીમ પોતાના નામે કરવા ઈચ્છશે, ગત વખતે ટીમને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. WTC 2023 ની ટાઈટલ મેચ લંડનના ઓવલ સ્ટેડિયમમાં 7 થી 11 જૂન દરમિયાન યોજાશે. ટીમના મોટાભાગના ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

IPL 2023માં જોરદાર પ્રદર્શન કરનાર 21 વર્ષીય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને WTC ફાઇનલમાં રિઝર્વ ખેલાડી તરીકે ભારતીય ટીમમાં જગ્યા મળી.

Exit mobile version