TEST SERIES

સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી મળશે, પૈસા વિના ભારતની મેચ લાઈવ માણી શકાશે

pic- Insidesports

ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ભારતીય ટીમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાવાની છે.

ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. આ મેચ 28 જૂનથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

આ મેચને લઈને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને મોટી જાહેરાત કરી છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને એક નિવેદન જારી કરીને કહ્યું કે ચાહકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં મફત પ્રવેશ આપવામાં આવશે. INS રિપોર્ટ અનુસાર, ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચેની મેચ માટે ક્રિકેટ ચાહકો પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો આ બંને દેશોની મહિલા ક્રિકેટરો વચ્ચે અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતીય મહિલા ટીમે આ બંને ટેસ્ટ જીતી છે. 2014માં, ભારતીય ટીમે મૈસૂરમાં રમાયેલી ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને 34 રને જીતી હતી. વર્ષ 2002માં ભારતીય ટીમે પાર્લ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ 10 વિકેટથી જીતી હતી. ભારતીય ટીમ ચેન્નાઈના મેદાન પર પણ જીતનો સિલસિલો જારી રાખવા ઈચ્છશે.

ભારત વિ દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ ચેન્નાઈમાં IST સવારે 9:30 થી રમાશે. ભારત વિ દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાનારી ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 પર થશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર જોઈ શકાશે.

Exit mobile version