U-60

કોવિડમાંથી સાજા થઈ પૂજા વસ્ત્રાકર બાર્બાડોસ સામે છેલ્લી લીગ મેચ રમશે

ભારતીય ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ગઈ છે અને કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાશે. વસ્ત્રાકર અને એસ મેઘના કોરોના સંક્રમિત થવાને કારણે પ્રસ્થાન પહેલા ભારતમાં રોકાયા હતા.

મેઘના રવિવારે પાકિસ્તાન સામે રમી હતી જ્યારે વસ્ત્રાકર 3 ઓગસ્ટે બાર્બાડોસ સામે છેલ્લી લીગ મેચ રમશે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમે રવિવારે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું.

Exit mobile version