U-60

જીત બાદ કેપ્ટન રોહિતે ઉત્સાહિત થઈ કોહલીને તેના ખભા પર ઉઠાવી લીધો

T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ પોતાનો ક્લાસ બતાવ્યો. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ શાનદાર ઇનિંગ રમીને ભારતને રોમાંચક જીત અપાવી હતી. મેચ છેલ્લા બોલ સુધી ચાલી જેમાં ભારત જીત્યું. કોહલીની શાનદાર ઈનિંગથી કેપ્ટન રોહિત શર્મા ઘણો ખુશ હતો અને મેચ ખતમ થતાની સાથે જ કોહલીને પોતાના ખભા પર ઉઠાવી લીધો હતો. રોહિત કોહલીને ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version