ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ વિકેટકીપર એલેક્સ કેરીએ બુધવારે ઘરઆંગણે વનડે ક્રિકેટ મેચમાં આઠ કેચ લઈને આંતરરાષ્ટ્રીય રેકોર્ડની બરાબરી કરી હતી. ભારતમાં ODI વર્લ્ડ કપ દરમિયાન રાષ્ટ્રીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહીને તેની પ્રથમ 50 ઓવરની મેચ રમી રહેલા કેરીએ દક્ષિણ ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ સામેની જીતમાં આઠ કેચ પકડ્યા હતા.
તેણે આ માંથી પાંચ કેચ બોલર જોર્ડન બકિંગહામની બોલિંગ પર લીધા અને મેટ કુહનેમેનનો કેચ લઈને તેણે આઠ કેચના લિસ્ટ A રેકોર્ડની બરાબરી કરી. લિસ્ટ A ક્રિકેટમાં આઠ કેચ પકડનારા અન્ય બે વિકેટકીપર છે ડેરેક ટેલર (1982માં સમરસેટ માટે રમતા) અને જેમ્સ પાઇપ (2021માં વોર્સેસ્ટરશાયર માટે).
Six catches for Alex Carey as Queensland debutant Dylan McLachlan exits for 44 #MarshCup pic.twitter.com/fwenDjJ2Cg
— cricket.com.au (@cricketcomau) February 14, 2024