U-60

ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર મહિલા બિગ બેશ લીગમાં આ ટીમ સાથે રમશે

મહિલા બિગ બેશ લીગ (WBBL) ફ્રેન્ચાઇઝી બ્રિસ્બેને ભારતીય ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ બાદ તે બ્રિસ્બેન તરફથી રમનારી ત્રીજી ભારતીય ખેલાડી હશે.

વસ્ત્રાકરે અત્યાર સુધીમાં 23 ODI, 27 T20 ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમી છે. તે હાલમાં કોરોનામાંથી બહાર આવી રહી છે, ત્યારબાદ તે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ટીમનો ભાગ બનશે.

Exit mobile version