ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત સામે જીત મેળવી છે. જેના કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે.
ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયન મીડિયા ભારતીય ટીમના ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યું છે. આ પોસ્ટમાં ટ્રેવિસ હેડ હોસ્પિટલમાં બેડ પર પડેલો જોઈ શકાય છે. ઘણી નર્સો કેટલાક બાળકોને લઈને જતી જોવા મળે છે, જેમના પર ભારતીય ખેલાડીઓના ચહેરા સંપાદિત કરવામાં આવ્યા છે.

