ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 7 જુલાઇએ ડોમિનિકામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી T20 મેચમાં ધીમો ઓવર રેટ જાળવવા બદલ બાંગ્લાદેશને તેમની મેચ ફીના 20 ટકાનો દંડ ફટકાર્યો છે. 3 જુલાઈના રોજ રમાયેલી આ મેચ દરમિયાન બાંગ્લાદેશે નિર્ધારિત સમય મર્યાદાની બહાર એક ઓવર ફેંકી હતી.
ICC એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસને બાંગ્લાદેશ ટીમ પર આ દંડ લગાવ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહે ગુનો તેમજ સજા સ્વીકારી લીધી છે.
West Indies won by 35 runs.#BCB #Cricket #WIvBAN pic.twitter.com/DZ2DuItRGz
— Bangladesh Cricket (@BCBtigers) July 3, 2022