બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બે મેચમાં રવિન્દ્ર જાડેજાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયન ટીમનો બેન્ડ જોરદાર વગાડ્યો હતો.
જાડેજાએ આ શ્રેણી સાથે લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી અને એવું પુનરાગમન કર્યું કે બધા જોતા જ રહી ગયા.
બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે બંને ટીમોને નોંધપાત્ર બ્રેક મળ્યો હતો. પ્રથમ બે ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. બીજી ટેસ્ટ જે 21 ફેબ્રુઆરીએ પૂરી થવાની હતી તે 19 ફેબ્રુઆરીએ જ ખતમ થઈ ગઈ હતી અને હવે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી રમાવાની છે. આ વિરામમાં પણ રવિન્દ્ર જાડેજા ખૂબ પરસેવો પાડી રહ્યો છે. જાડેજાએ જીમ સાથેની પોતાની બે સેલ્ફી શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘રિચાર્જિંગ’.
Recharging🔋 pic.twitter.com/rNvu2ENYj9
— Ravindrasinh jadeja (@imjadeja) February 23, 2023

