U-60

ધોની કાર-બાઈક નહીં પણ ખેતરોમાં ટ્રેક્ટર ચલાવતો જોવા મળ્યો, જુઓ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. તેની પત્ની સાક્ષી ધોનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો જોવા મળે છે, પરંતુ તાજેતરમાં જ ધોનીએ 25 મહિના પછી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની કાર કે બાઇક નહીં પણ ટ્રેક્ટર ચલાવતો જોવા મળી રહ્યો છે. તેના આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

ધોની, જે સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહે છે, તેણે 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ ખેતરમાં ખેડાણ કરતો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે લખ્યું, “કંઈક નવું શીખીને આનંદ થયો, પરંતુ કામ પૂર્ણ કરવામાં ઘણો સમય લાગ્યો.” ચાહકોએ તેમના આ વિડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી.

Exit mobile version