ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે જણાવ્યું હતું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમે IPL ફાઇનલ 2022 દરમિયાન સૌથી વધુ સંખ્યામાં દર્શકો માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે.
આ સ્ટેડિયમ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સ્ટેડિયમ મોટેરા તરીકે ઓળખાતું હતું. તેની ક્ષમતા 110,000 દર્શકોની છે, જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) કરતાં અંદાજે 10,000 વધુ છે. MCGમાં 100,024 દર્શકોની ક્ષમતા છે.
જય શાહે ટ્વીટ કર્યું, “મને ગર્વ અને આનંદ છે કે GCA મોટેરાના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમને એક જ T20 મેચમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો માટે ગિનિસ બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 29 મે 2022ના રોજ આઇપીએલ ફાઇનલ દરમિયાન સ્ટેડિયમમાં 101,566 દર્શકો હતા. આ શક્ય બનાવવા બદલ અમારા ચાહકોનો ખૂબ ખૂબ આભાર.”
Extremely delighted & proud to receive the Guinness World Record for the largest attendance at a T20 match when 101,566 people witnessed the epic @IPL final at @GCAMotera's magnificent Narendra Modi Stadium on 29 May 2022. A big thanks to our fans for making this possible! @BCCI https://t.co/JHilbDLSB2
— Jay Shah (@JayShah) November 27, 2022