ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બુધવારે કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટમાં નેગેટિવ હોવાની માહિતી આપી હતી. શમી 10 દિવસ પહેલા આ બીમારીની ઝપેટમાં આવ્યો હતો. 32 વર્ષીય બોલરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નેગેટિવ રિપોર્ટ પોસ્ટ કર્યો હતો.
આના કલાકો પહેલા, BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) એ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે શમીના સ્થાને અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવનો સમાવેશ કર્યો હતો. કોવિડ-19 તપાસ રિપોર્ટનો ફોટો શેર કરતા શમીએ લખ્યું, ‘નેગેટિવ’.
તે 17 સપ્ટેમ્બરે આ બીમારીની ઝપેટમાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની હોમ સિરીઝ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. શમી ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સ્ટેન્ડ બાય લિસ્ટમાં સામેલ ખેલાડી છે.
Good news:- Mohammed Shami has tested negative for COVID-19. pic.twitter.com/6hj53RjrER
— CricketMAN2 (@ImTanujSingh) September 28, 2022