U-60

ભારતીય સ્પિન બોલરોએ બનાવ્યો રેકોર્ડ, T20I ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 88 રનથી જીત મેળવી હતી. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે.

ભારત તરફથી બોલિંગમાં સ્પિનર બિશ્નોઈએ 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કુલદીપે 12 રનમાં 3 વિકેટ અને અક્ષરે 15 રનમાં 3 વિકેટ લીધી હતી. પુરૂષોની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત એક ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ સ્પિન બોલરોએ લીધી છે.

ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 15.4 ઓવરમાં 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Exit mobile version