ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે તૈયાર છે. કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ભારત હરારે પહોંચ્યું છે. ગુરુવારે ભારતીય ટીમ શ્રેણીની પ્રથમ મેચ રમશે.
ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમશે. આ પછી બીજી વનડે 20 ઓગસ્ટે અને ત્રીજી વનડે 22 ઓગસ્ટે રમાશે. આ પછી ભારતીય ટીમ એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં વ્યસ્ત થઈ જશે.
ઝિમ્બાબ્વે સામેની પ્રથમ વનડેના એક દિવસ પહેલા વાઇસ કેપ્ટન શિખર ધવન સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ઈશાન કિશન અને શુભમન ગિલ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram