ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસનને ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમની બહાર રહેવું પડ્યું હતું. જોકે વિલિયમસને વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પુનરાગમન કર્યું હતું, પરંતુ તે જ મેચ દરમિયાન તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.
હવે કિવી ખેલાડીએ પોતાની ઈજા વિશે રમૂજી રીતે વાત કરી છે, જેમાં તે ભારતના WWE રેસલર ખલી સાથે જોવા મળી રહ્યો છે.
વિલિયમસને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફની પોસ્ટ કરી છે. આમાં કિવી ખેલાડીએ ખલી સાથે એક ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું – “જ્યારે મને ખરેખર મારા અંગૂઠામાં ફ્રેક્ચર થયું. ના પરંતુ ગંભીરતાથી, તે એક મજબૂત હેન્ડશેક છે!