બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી 05 નવેમ્બરે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીનું નામ ટીમ ઈન્ડિયાના ખેલાડી કેએલ રાહુલ સાથે જોડાયું છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે.
કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર આથિયા શેટ્ટી સાથે ત્રણ તસવીરો પોસ્ટ કરી છે. રાહુલે તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે. જન્મદિવસની શુભકામનાઓ, તમારી સાથે બધું સારું લાગે છે. કેપ્શન સાથે હાર્ટ ઈમોજી બનાવ્યું છે.
તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છે. વર્ષના અંત સુધીમાં બંનેના લગ્નની ચર્ચા છે, જો કે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Happy birthday to my 🤡 you make everything better ♥️ pic.twitter.com/7EAK5A0qhR
— K L Rahul (@klrahul) November 5, 2022