U-60

દક્ષિણ આફ્રિકાની ‘ક્રિકેટર ઓફ ધ યર’ બનેલી લિઝેલે લીએ નિવૃત્તિ જાહેર કરી

દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટર લિઝેલ લીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ સામે 3 મેચની વનડે શ્રેણી રમવા જઈ રહી છે, જે 11 જુલાઈથી શરૂ થવાની છે.

30 વર્ષીય લીને ICC દ્વારા 2021માં ‘ક્રિકેટર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, લીએ કહ્યું છે કે, તે ડોમેસ્ટિક T20 લીગ રમવાનું ચાલુ રાખશે.

Exit mobile version