ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ રવિવારે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે વનડે જીતીને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે, જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 11 સપ્ટેમ્બરે કેર્ન્સના કાજલિસ સ્ટેડિયમમાં રમાશે, જે કેપ્ટન એરોન ફિન્ચની છેલ્લી વનડે હશે. ઇનિસ ત્રીજી વનડે પહેલા ટીમની બહાર છે, જ્યારે ડેવિડ વોર્નરને આરામ આપવામાં આવ્યો છે.
ત્યારબાદ ફિન્ચ વનડેમાંથી નિવૃત્તિ લેશે. ફિન્ચ રવિવારે તેની 146મી અને અંતિમ વનડે મેચ રમશે. આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે આ તેની 54મી મેચ હશે.
David Warner and Marcus Stoinis won't play in Sunday's final match of the Chappell-Hadlee series in Cairns #AUSvNZ https://t.co/dA7Qnxg8Fo
— cricket.com.au (@cricketcomau) September 10, 2022
