મહિલા IPL તેની પ્રથમ હરાજી માટે તૈયારી કરી રહી છે. દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે લગભગ 1000 ખેલાડીઓએ WPL 2023 માટે નોંધણી કરાવી છે. આનાથી ચિત્ર સ્પષ્ટ છે કે BCCIના આ પગલાથી અણધાર્યો ફાયદો મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મહિલાઓની હરાજીનું આયોજન કરી શકે છે. ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
BCCIના એક સૂત્રનું કહેવું છે કે ક્રિકેટરોએ WPLમાં ઘણો રસ દેખવ્યો છે. હરાજી માટે 1000થી વધુ ક્રિકેટરોએ સાઇન અપ કર્યું છે. જેમાં ભારત ઉપરાંત મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો હતો.
હરાજીમાં ફક્ત 90 ખેલાડીઓ જ વેચવામાં આવશે. દરેક ટીમ તેના રોસ્ટરમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ રાખી શકે છે. 25 જાન્યુઆરીએ ટીમોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અદાણી, કેપ્રી ગ્લોબલ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગ્રુપે ટીમો ખરીદી હતી.
