U-60

રોડ સેફ્ટી સિરીઝ: ઈન્ડિયન લિજેન્ડ્સે સાઉથ આફ્રિકા લિજેન્ડ્સને 61 રનથી હરાવ્યું

કાનપુર મેદાન પર રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022ની પહેલી જ મેચમાં ઈન્ડિયન લિજેન્ડ્સે દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સને 61 રનથી હરાવ્યું હતું. પહેલા રમતા ભારતીય લિજેન્ડ્સે સ્ટુઅર્ટ બિન્નીના 82 રનની મદદથી 4 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા.

બિન્નીએ 42 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. આ સિવાય સુરેશ રૈનાએ 33 અને યુસુફ પઠાણે 35 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સની ટીમ નવ વિકેટે 156 રન જ બનાવી શકી હતી. રાહુલ શર્માએ 3, મુનાફ પટેલ અને પ્રજ્ઞાન ઓઝાએ 2-2 વિકેટ ઝડપી હતી.

Exit mobile version