U-60

સાઉથ આફ્રિકાને હરવતાં શિખર ધવને આખી ટીમ સાથે કર્યો ડાન્સ, જુઓ

મંગળવારે 11 ઓક્ટોબરે, ભારતીય ક્રિકેટ ટીમે ODI શ્રેણીની છેલ્લી મેચ 7 વિકેટથી જીતીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શિખર ધવન હતો.

દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યા બાદ ધવને આખી ટીમને સાથે લીધી અને જોરદાર ડાન્સ કર્યો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધવને પોતે પણ આ વીડિયો રીલના રૂપમાં શેર કર્યો છે.

દિલ્હીમાં રમાયેલી મેચ 7 વિકેટે જીત્યા બાદ શિખર ધવને આખી ટીમ સાથે બોલો તારા રા રા રા ગીત પર ડાન્સ કર્યો હતો. ઘણીવાર ધવન સોશિયલ મીડિયા પર આવી હરકતો કરતો જોવા મળે છે.

Exit mobile version