શિખર ધવન એવા ખેલાડીઓમાંથી એક છે જે દરેક પરિસ્થિતિમાં ચિલિંગ કરવાની કળા જાણે છે. ધવને આ મહિનાની શરૂઆતમાં પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડાના થોડા અઠવાડિયા પછી, ધવને એક ફની વીડિયો શેર કર્યો છે.
ધવન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તેને હસતા ઇમોજી સાથે તેના કેપ્શનમાં લખ્યું, “આજે કોઈએ ફોન કર્યો.” જ્યારે, ધવન વીડિયોમાં કહે છે, “મારી પત્નીએ ફોન કર્યો, તે રડતી હતી. તે માફી માંગી રહી હતી. તે કહે છે કે બાબુ મને માફ કરજો. તમે કહેશો તેમ હું કરીશ. હું તમારી ઈચ્છા મુજબ રહીશ. બસ ઘરે આવો. તેમની વાત સાંભળીને હું પણ આનંદથી ભરાઈ ગયો.”