U-60

3 T20 અને 5 ODI માટે ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે

Pic- Cricket Addictor

ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે અને આ પ્રવાસનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રવાસની શરૂઆત બંને ટીમો વચ્ચે 3 મેચની T20 સીરીઝથી થશે અને ત્યારબાદ બંને ટીમો વચ્ચે 5 મેચની ODI સીરીઝ રમાશે.

ઓસ્ટ્રેલિયન ટીમે લગભગ 3 વર્ષ પહેલા 2020માં છેલ્લે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર કાંગારૂ ટીમે ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી પરંતુ ત્રણ મેચની વનડે શ્રેણીમાં આફ્રિકન ટીમે કાંગારૂઓનો ક્લીન સ્વીપ કર્યો હતો.

Exit mobile version