પાકિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન કામરાન અકમલને ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે તેના ઘરમાંથી બલિનો બકરો ચોરાઈ ગયો. અકમલે આ બકરી ઈદ-ઉલ-અઝહાના અવસર પર કુરબાની માટે ખરીદ્યો હતો.
અકમલના પિતા મોહમ્મદ અકમલે કહ્યું કે આ વર્ષે બકરી ઈદ પર 6 બકરાની કુરબાની આપવાની હતી, પરંતુ તેમાંથી એક ચોરાઈ છે. અકમલે વધુમાં જણાવ્યું કે તેમના ઘરમાં બકરીની ચોરીની ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ થઈ હતી.