U-60

પાકિસ્તાન સામે મેચ પહેલા વિક્ટોરિયાના ગવર્નરે ભારતીય ટીમને આપી પાર્ટી

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમવા માટે તૈયાર છે. રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમ આ મેચ જીતીને ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લેવા માંગશે.

મહાન મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન શહેરમાં એક ખાસ પાર્ટી રાખી છે. વિક્ટોરિયાના ગવર્નર લિન્ડા ડેસાઉએ ભારતીય ટીમને ગવર્નમેન્ટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું અને ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભારતીય ક્રિકેટરો રાજ્યપાલ ડેસાઉ અને અન્ય મહેમાનોને મળ્યા હતા.

Exit mobile version