U-60

SA20ની ત્રીજી સીઝન માટે ખેલાડીઓની હરાજી 1 ઓક્ટોબરે થશે

Pic- mykhel

SA20 લીગની ત્રીજી સીઝન માટે ખેલાડીઓની હરાજી 1 ઓક્ટોબરે થશે જેમાં 13 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. લીગ કમિશનર ગ્રીમ સ્મિથે આ જાણકારી આપી. SA20ની આગામી સિઝન 9 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી 2025 વચ્ચે રમાશે.

પ્રી-સીઝન રીટેન્શન અને પ્રી-સીઝન સાઈનીંગ વિન્ડો સમાપ્ત થયા પછી, ટીમોને વધુ 13 ખેલાડીઓ પસંદ કરવાની તક મળશે.

નિવૃત્ત ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક તાજેતરમાં પાર્લ રોયલ્સ સાથે જોડાયો છે, જે આ લીગમાં રમનાર પ્રથમ ભારતીય હશે. આ સિવાય દરેક ટીમે ત્રીજી સીઝન માટે નવા ખેલાડીની પસંદગી કરવી પડશે જ્યારે ત્રણ ટીમોએ 30 ડિસેમ્બર પહેલા વાઈલ્ડ કાર્ડ જાહેર કરવાના રહેશે.

Exit mobile version