U-60

આફ્રિકાના ખેલાડીએ મંદિરમાં માથું નમાવ્યું, ધોતી પહેરીને કહ્યું- જય માતા દી

સમગ્ર દેશ આ સમયે માતાની ભક્તિમાં તરબોળ છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ પણ નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં માથું ટેકવ્યું હતું.

વાસ્તવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ માટે ભારતના પ્રવાસ પર છે અને 28 સપ્ટેમ્બરે ટીમ તિરુવનંતપુરમમાં પોતાના પ્રવાસની શરૂઆત કરશે.

આ પહેલા દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી કેશવ મહારાજે તિરુવનંતપુરમના પદમાનંદ સ્વામી મંદિરમાં માથું નમાવ્યું હતું. તેને પરંપરાગત ધોતી પહેરી હતી, જેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ સાથે મહારાજે સૌને નવરાત્રીની શુભકામનાઓ પણ પાઠવી હતી.

Exit mobile version