ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને દિલ્હીથી રૂરકી જતી વખતે હમ્મદપુર ઝાલ નજીક રૂરકીની નરસન બોર્ડર પર ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર ઈજા થઈ હતી.
હરિદ્વારના એસપી (ગ્રામીણ) સ્વપન કિશોરના જણાવ્યા અનુસાર, ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન, બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ક્રિકેટર માટે પ્રાર્થના કરી છે.
ઉર્વશીએ સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો જેમાં તેણે લખ્યું, પ્રાર્થના. લોકો આના પર કોમેન્ટ કરવા લાગ્યા અને પંતને યાદ કરીને કોમેન્ટમાં ક્રિકેટર માટે પ્રાર્થના કરી.
View this post on Instagram