આ વર્ષે અમેરિકામાં T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરીને એક નવો ઈતિહાસ રચાશે. અમેરિકાની ટીમ વર્લ્ડ કપના થોડા દિવસો પહેલા જે રીતે પ્રદર્શન કરી રહી છે તેનાથી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી રહી છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 સિરીઝમાં અમેરિકા (USA)ને હરાવ્યા બાદ હવે બીજી T20 મેચમાં પણ તેણે જબરદસ્ત હાર આપી છે. આ મેચમાં અમેરિકાની ટીમે બાંગ્લાદેશને 7 રનથી હરાવ્યું છે. બાંગ્લાદેશની મજબૂત ટીમ મેદાનમાં આવી અને અમેરિકા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. બાંગ્લાદેશની મજબૂત બોલિંગ સામે અમેરિકી ક્રિકેટ ટીમે 144 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે બાંગ્લાદેશની આખી ટીમ 137 રનમાં સરેન્ડર થઈ ગઈ હતી.
USA WIN THE SERIES 2-0! WHAT A HISTORIC MOMENT! 🇺🇸🔥
Stay tuned for the final match of the series on May 25th! 🏏#USAvBAN pic.twitter.com/CuRACXwd21
— USA Cricket (@usacricket) May 23, 2024