U-60

વીડિઓ: હોસ્પિટલમાં દાખલ શોએબ અખ્તરે કહ્યું- હું મુશ્કેલીમાં છું, પ્રાર્થના કરો

પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અત્યારે ઘણી મુશ્કેલીમાં છે. તે હાલમાં ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલમાં દાખલ છે અને તેણે ઓપરેશન બાદ એક વીડિયો શેર કરીને તેના તમામ પ્રિયજનો સાથે દર્દ શેર કર્યું હતું.

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત શોએબને ચાહકોની પ્રાર્થનાની જરૂર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા આ પૂર્વ ફાસ્ટ બોલરે હોસ્પિટલના બિછાનેથી એક વીડિયો બનાવ્યો અને પોતાની હાલત બધાને જણાવી.

વિશ્વના સૌથી ઝડપી બોલરોમાંના એક શોએબે ઓસ્ટ્રેલિયામાં ઘૂંટણની સર્જરી કરાવી છે અને હાલમાં તે પથારીવશ છે.

Exit mobile version