U-60

કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં લખ્યું, ‘જોઈને દુઃખ થયું’

Pic- Insidesports

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે રાત્રે ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટના અંગે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. કોહલીએ શનિવારે સવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “અકસ્માત વિશે સાંભળીને દુઃખ થયું.”

મારા વિચારો અને પ્રાર્થના તે પરિવારો સાથે છે. તમને જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે કોરોમંડલ એક્સપ્રેસના છ થી સાત ડબ્બા પાટા પરથી ઉતરીને બીજા પાટા પર આવતી ટ્રેન સાથે અથડાઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઈટલ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. 7 જૂનથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે WTCની ફાઇનલ મેચ રમવાની છે.

Exit mobile version