બેટ વડે તેનું મેદાન પરનું પ્રદર્શન હોય કે મેદાનની બહારની હરકતો, વિરાટ કોહલી હંમેશા તેના ચાહકોનું મનોરંજન કરવાનું મેનેજ કરે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 2-1થી જીત બાદ ભારતીય બેટ્સમેન મુંબઈ પરત ફર્યા છે.
આવી સ્થિતિમાં નોર્વેજિયન ડાન્સ ગ્રૂપ ક્વિક સ્ટાઈલ સાથે ડાન્સ કરતા કોહલીના વીડિયોએ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું હતું.
કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર ગ્રૂપ સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, “ધારી લો કે હું મુંબઈમાં કોને મળ્યો.” ક્વિક સ્ટાઇલે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ગ્રુપ કોહલી સાથે સ્ટીરિયો નેશનની હિટ ‘ઇશ્ક’ પર ડાન્સ કરતા જોવા મળે છે.