ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ પત્ની અને સિને અભિનેત્રી અનુષ્કા શર્મા અને પુત્રી સાથે ગુરુવારે નૈનીતાલના પ્રખ્યાત કૈંચી ધામની મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વિરાટ અને અનુષ્કા વહેલી સવાર સીધા કૈંચી ધામ પહોંચી ગયા હતા અને ત્રણેય નીમ કરૌલી મહારાજના દર્શન કર્યા હતા. તેમણે આરતીમાં હાજરી આપી હતી. તેઓ થોડો સમય મંદિરમાં રહ્યા.
આ દરમિયાન મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. આ પછી તેઓ મુક્તેશ્વર જવા રવાના થયા હતા. કોહલી તેના પરિવાર સાથે નૈનીતાલના રામગઢ-મુક્તેશ્વર પહોંચ્યો હતો.
Virat Kohli and Anushka Sharma at Kainchi Dham in Nainital 🥰 pic.twitter.com/cbTyJYqTvl
— CricketTimes.com (@CricketTimesHQ) November 18, 2022
