U-60

જુઓ વીડિયો: દુબઈમાં ધોની અને હાર્દિક પંડ્યા સાથે ડાંસ કરતા દેખાયા

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં દુબઈમાં છે. તેણે શુક્રવારે સાંજે જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી, જેમાં તેની પત્ની સાક્ષી ધોની અને હાર્દિક પંડ્યા પણ હાજર હતા.

થોડા દિવસો પહેલા સાક્ષીએ પણ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. જે બાદ ધોની અને સાક્ષી દુબઈ પહોંચ્યા હતા. પંડ્યા 23 નવેમ્બરના રોજ ન્યુઝીલેન્ડથી મુંબઈ પહોંચ્યો હતો, જ્યાં ઘરે પહોંચ્યા બાદ તેણે પુત્ર સાથે એક ફોટો શેર કર્યો હતો.

ધોનીએ મિત્રના જન્મદિવસમાં હાજરી આપી હતી, જેની ઉજવણી દુબઈમાં જ કરવામાં આવી હતી. ધોની સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. આ વીડિયોમાં તમે જોશો કે હાર્દિક પંડ્યા પણ ડાંસ કરતો નજરે પડ્યો.

Exit mobile version