ભારતીય ક્રિકેટર ઋષભ પંતની મુંબઈમાં વધુ સારવાર થશે. પંતનો અકસ્માત 30 ડિસેમ્બરની સવારે થયો હતો. દુર્ઘટના બાદ ફેન્સ રિષભની ગર્લફ્રેન્ડ ઈશા નેગીને પણ શોધી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી ન તો તેની હોસ્પિટલની તસવીર છે કે ન તો તે સોશિયલ મીડિયા (ઈન્સ્ટાગ્રામ) પર એક્ટિવ છે.
પંત બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ સાથે હતો, ત્યારબાદ તે દુબઈ ગયો હતો. તેણે દુબઈમાં એમએસ ધોની સાથે પાર્ટી પણ કરી હતી. દુબઈથી દિલ્હી પહોંચેલા પંત નવા વર્ષ પહેલા 30 ડિસેમ્બરે પોતાના ઘરે જઈ રહ્યા હતો. રસ્તામાં ફરીથી ખાડાના કારણે અકસ્માત સર્જાયો, પંતની કાર સંપૂર્ણ રીતે કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.
View this post on Instagram