U-60

WWE પર ચડયો વર્લ્ડ કપનો ફીવર! આ સુપરસ્ટારે પહેરી ટીમ ઈન્ડિયાની જર્સી

pic- twitter

વિશ્વ કપને લઈને સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે અને ખાસ કરીને ટીમ ઈન્ડિયાને વિશ્વભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે. આ સીરીઝમાં ભારતીય ટીમને વધુ એક મોટો સમર્થક મળ્યો અને તે બીજું કોઈ નહીં પણ WWE સુપરસ્ટાર ડ્રૂ મેકઈન્ટાયર છે.

અગાઉ પણ ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓ વિશે બોલતા જોવા મળ્યા છે, પરંતુ આ વખતે મેકઈન્ટાયરે ભારતીય ટીમની જર્સી પહેરેલી પોતાની એક તસવીર શેર કરી છે, જેને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. WWE ઈન્ડિયાએ પોતે મેકઈન્ટાયરની આ તસવીર ટ્વીટ કરી છે.

Exit mobile version