ટી20 ક્રિકેટની શરૂઆતથી જ ક્રિકેટ રમવાની આખી રીત બદલાઈ ગઈ. હવે બેટ્સમેનો ઝડપી ગતિએ રન બનાવવાનો પ્રયાસ કરે છે. જેના કારણે ઘણી વખત બેટ્સમેન વહેલા આઉટ થઈ જાય છે.
ટી-20 ક્રિકેટમાં ખેલાડીઓ સાથે ઘણીવાર આવું થાય છે. આજે અમે તમને દુનિયાના એવા ટોપ ત્રણ બેટ્સમેન વિશે જણાવી રહ્યા છીએ જેઓ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટની પહેલી ઓવરમાં આઉટ થઈ ગયા હતા.
મોહમ્મદ શહજાદ અને ડેવિડ વોર્નર:
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ડેવિડ વોર્નર અને અફઘાનિસ્તાનનો મોહમ્મદ શહજાદ સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે. બંને ટી-20ના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય T20માં 12-12 વખત પ્રથમ ઓવરમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા છે.
માર્ટિન ગુપ્ટિલ અને તિલકરત્ને દિલશાન:
આ યાદીમાં સંયુક્ત રીતે બીજા નંબર પર ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલ અને પૂર્વ શ્રીલંકાના ક્રિકેટર તિલકરત્ને દિલશાન છે, જેઓ T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ ઓવરમાં 11-11 વખત આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા.
રોહિત શર્મા:
આ યાદીમાં ત્રીજા નંબર પર રોહિત શર્માનું નામ છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં રોહિત શર્મા અત્યાર સુધી 10 વખત પ્રથમ ઓવરમાં આઉટ થયો છે.