ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્પિન બોલર હરભજન સિંહ હવે ક્રિકેટના મેદાનમાંથી રાજકીય મેદાનમાં જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી તેમને પંજાબથી રાજ્યસભામાં મોકલશે.
41 વર્ષીય ઓફ સ્પિનર હરભજન સિંહે ગયા વર્ષે 24 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પંજાબમાં નવી બનેલી આમ આદમી પાર્ટીની સરકાર પણ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન હરભજનને સોંપી શકે છે. મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં જ જલંધરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાનું વચન આપ્યું છે.
ભજ્જીના નામથી પ્રખ્યાત હરભજને પંજાબમાં આમ આદમી પાર્ટીની મોટી જીત બાદ ટ્વીટ કરીને ભગવંત માનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, “આપણા નવા મુખ્યમંત્રી બનવા પર આમ આદમી પાર્ટી અને મિત્ર ભગવંત માનને અભિનંદન.
હરભજનની કારકિર્દીની વાત કરીએ તો તેણે 367 આંતરરાષ્ટ્રીય મેચમાં 711 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 28 પાંચ વિકેટ ઝડપી અને બેટિંગમાં બે ટેસ્ટ સદી પણ ફટકારી. પંજાબમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ જોરદાર જીત નોંધાવી છે. આપે ભગવંત માનના નેતૃત્વમાં 117માંથી 92 બેઠકો જીતી હતી.