અભિનેતા કમાલ રાશિદ ખાન હંમેશા પોતાની વિચિત્ર ટ્વિટને કારણે ચર્ચામાં રહે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 વિશે, KRKએ કહ્યું કે દિલ્હી કેપિટલ્સ એક એવી ટીમ છે, જે આ IPL ટાઈટલ જીતી શકતી નથી.
આ સિવાય KRKએ રિષભ પંતને વિરાટ કોહલી જેવો ખેલાડી ગણાવ્યો અને કહ્યું કે બંને વધુ ડ્રામા કરે છે અને ક્રિકેટમાં ડ્રામા નથી ચાલતો, જેના માટે KRKને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સ વર્તમાન IPL સિઝનમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે, જેમાં એકમાં જીત અને એકમાં હાર થઈ છે. છેલ્લી ત્રણ સિઝનથી, દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી રહી છે અને એક વખત ફાઇનલમાં પણ પહોંચી છે, પરંતુ હજુ સુધી તે ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. આ વર્ષે IPLમાં બે નવી ટીમો ઉમેરવામાં આવી છે, લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ. આ બે સિવાય દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ એવી ત્રણ ટીમો છે જેણે અત્યાર સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીત્યું નથી.
KRKએ ટ્વિટર પર લખ્યું, ‘કેપ્ટન ઋષભ પંતના નાટકને કારણે દિલ્હી કેપિટલ્સ IPL 2022નું ટાઈટલ જીતી શકી નથી. તે બીજો વિરાટ કોહલી છે. વિરાટ કોહલી હંમેશા ડ્રામા કરે છે અને ક્યારેય ટ્રોફી જીતતો નથી. રિષભ પંત પણ આવું જ કરે છે. રમતગમતમાં કોઈ ડ્રામા નથી.
આ ટ્વીટ માટે ચાહકોએ KRKને પણ જોરદાર ટ્રોલ કર્યો છે. આ IPL પહેલા મેગા હરાજી થઈ હતી, જેના કારણે ટીમોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 1, 2, 3 અને 4માં ક્રમે છે.
Team #DC can’t win #IPL2022 because of drama captain @RishabhPant17! He is another #ViratKohli𓃵! Virat Kohli always did drama and never win any trophy. #RishabhPant does the same. Sports main drama Nahi Chalta.
— KRK (@kamaalrkhan) April 3, 2022