ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધોની સાન્તાક્લોઝ તરીકે જોવા મળ્યો હતો, તેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ધોનીની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં ધોની પરિવાર અને મિત્રો સાથે સાંતાના રૂપમાં જોવા મળી રહ્યો છે. ધોનીની સાંતાક્લોઝ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ધોની પહેલીવાર આ લુકમાં જોવા મળ્યો છે. સફેદ અને લાલ કપડા પહેરવાની સાથે તેણે મોટી સફેદ દાઢી પણ રાખી છે. આ દાઢી દ્વારા તેનો ચહેરો બિલકુલ દેખાતો નથી. તેણે મેરી ક્રિસમસ ચશ્મા પહેર્યા છે અને તેના પગમાં બૂટ છે.
View this post on Instagram