ન્યૂઝીલેન્ડની પુરૂષ રાષ્ટ્રીય ટીમના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને મહિલા આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટન સોફી ડેવિને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ એવોર્ડ્સમાં T20 ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો.
આ પુરસ્કારો ત્રણ દિવસ સુધી ઓનલાઈન સમારોહમાં આપવામાં આવશે. બોલ્ટને ગયા વર્ષે UAEમાં T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. ટૂર્નામેન્ટમાં 13 વિકેટ ઝડપીને બોલ્ટે પોતાની ટીમની ફાઇનલમાં સફરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલ્ટે આ પુરસ્કારોની રેસમાં સાથી ફાસ્ટ બોલર ટિમ સાઉથી, ડેવોન કોનવે અને ઈશ સોઢીને હરાવ્યા હતા.
હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા બોલ્ટે કહ્યું, ‘તે ઘણું મહત્વનું છે. T20 એક એવું ફોર્મેટ છે જેનો હું ઘણો આનંદ માણું છું અને વધુ સારો બોલર બનવા માટે મારી રમતને સતત એડજસ્ટ કરવાનો પ્રયાસ કરું છું. આ એવોર્ડ ખાસ છે. બીજી તરફ, સોફીએ સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા T20 ખેલાડીનો એવોર્ડ જીત્યો. તેણે ચાર મેચમાં 113.46ના સ્ટ્રાઈક રેટ સાથે 29.50ની એવરેજથી 118 રન બનાવ્યા. હોવ ખાતે ઈંગ્લેન્ડ સામે તેનો સર્વોચ્ચ સ્કોર 50 હતો.